અમારા વિશે

અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કાર્યાલય, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ખાતાના વડાની કચેરી તરીકે કામગીરી કરે છે અને તે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાતી તમામ પ્રકારની આંકડાકીય પ્રવૃત્ત્િા માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત થયેલ કેન્દ્રસ્થ સંસ્થા છે. આ કચેરીના મુખ્ય કાર્યોમાં રાજ્યના આર્થિક આયોજન, અમલીકરણ તથા નીતિ ધડતર માટે જરૂરી એવી રાજ્યના અર્થતંત્રને લગતી અગત્યની આંકડાકીય માહિતી એકત્ર કરવી, તેને ચકાસવી, પ્રકાશનોના રૂપમાં તેને પ્રકાશિત કરવી, સામાજિક આર્થિક મોજણીઓ અને અભ્યાસો હાથ ધરવા, રાજ્યના આવકના અંદાજો તૈયાર કરવા, રાજ્ય સરકારના વર્તમાન આર્થિક ચિત્રને લગતી તાંત્રિક નોંધો રજૂ કરીને આર્થિક નીતિના ધડતરમાં મદદરૂપ થવું, રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરાતી આંકડાકીય પ્રવૃત્ત્િાઓનું સંકલન કરવું, રાજ્યના જુદા જુદા વિભાગોને જરૂરિયાત મુજબની આંકડાકીય માહિતી પૂરી પાડવી, વગેરે છે. આ કચેરી સાથે માનવ વિકાસ નિયામકની કચેરી સંલગ્ન છે. અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરીના વહીવટી તેમજ તાંત્રિક નિયંત્રણ હેઠળ અમદાવાદ, વડોદરા અને રાજકોટ મુકામે ત્રણ આંકડા અધિકારી (નિરીક્ષણ)ની પેટા કચેરીઓ આવેલી છે. આ કચેરીઓ ક્ષેત્રીય કચેરીઓ છે, જે મુખ્યત્વે રાષ્ટ્રીય નમૂના મોજણીના રાજ્ય નમૂનાની ક્ષેત્રિય કાર્યની કામગીરી અને કેટલાક એડહોક અભ્યાસો સંબંધી ક્ષેત્રિય કામગીરી કરે છે. આ ઉપરાંત જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા એકમની કચેરી સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭-૬-૨૦૦૭નાં ઠરાવ ક્રમાંકઃજવપ/૧૦૨૦૦૭/૬૦૨૦૭/ખ-૩ મુજબ આ કચેરીનાં નિયંત્રણ હેઠળ કામગીરી કરે છે. જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા એકમની કચેરીની કામગીરી મુખ્યત્વે વસતિ ગણતરી સંદર્ભે જિલ્લાઓમાં તાલુકાવાર ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ સુવિધાઓની વિવિધ સેકટરવાર માહિતી તૈયાર કરવાની તથા તેને જિલ્લાવાર પુસ્તિકા સ્વરૂપે પ્રસિધ્ધ કરવાની કામગીરી કરે છે.