નિયામકશ્રી, મૂલ્યાંકન કાર્યાલય

મૂલ્યાંકન કાર્યાલયની કામગીરી દર્શાવતી ટૂંકી નોંધ

૧. મૂલ્યાંકન કાર્યાલયની સ્થાપનાની પૂર્વભૂમિકા :

આયોજન પંચના તાત્કાલિક સભ્ય ર્ડા. વી.કે.આર.વી રાવના અધ્યક્ષપણા હેઠળ સ્થાપેલ વકીંગ ગૃપ ઓન ઇવેલ્યુએશન ઇન ધી સ્ટેટસ, ૧૯૬૪ ની ભલામણોના અનુસંધાને દેશના વિવિધ રાજ્યોમાં મૂલ્યાંકન તંત્રો ઉભા કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં પણ સદરહુ ભલામણોના અનુસંધાને સામાન્ય વહીવટ વિભાગ (આયોજન)ના ઠરાવ ક્રમાંક:મલક/૧૦૬૫/૧૮૯૯/ખ,તા.૩૦-૦૩-૧૯૬૫થી મૂલ્યાંકન કાર્યાલયની રચના કરવામાં આવેલ. આ કાર્યાલય તા.૦૮/૦૭/૧૯૯૧ સુધી કચેરીના વડા તરીકે કામગીરી બજાવતું હતું પરંતુ કાર્યાલયની કામગીરી તથા જવાબદારીઓમાં ઉતરોત્તર થયેલ વધારાને ધ્યાને લેતાં આ કાર્યાલય તા.૦૯/૦૭/૧૯૯૧ થી સામાન્ય વહીવટ વિભાગ (આયોજન)ના સીધા અંકુશ હેઠળ ખાતાના વડાની કચેરી તરીકે કામગીરી કરી રહેલ છે.

૨. મૂલ્યાંકન કાર્યાલયની કામગીરી :

મૂલ્યાંકન કાર્યાલયની મૂળભૂત કામગીરી રાજ્ય સરકાર દ્વ્રારા આયોજીત વિકાસ કાર્યક્રમો/યોજનાઓ પૈકી પસંદ કરવામાં આવે તેવી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસો હાથ ધરવાની છે. રાજ્ય સરકારના જુદા જુદા વિભાગ/ખાતા દ્વ્રારા આયોજીત યોજનાઓ પૈકી જે યોજનાઓની કામગીરી સોંપવામાં આવે તે યોજનાઓની નાણાકીય જોગવાઇ, ખર્ચ તથા ભૌતિક લક્ષ્યાંક અને સિધ્ધિ, લક્ષ્યાંક પ્રમાણે પરિપૂર્ણ થાય છે કે કેમ તેની વિનિમયન કરવાનું છે. તદઉપરાંત રાજ્ય સરકાર દ્વ્રારા કોઇ યોજનાનો મૂલ્યાંકન અભ્યાસ અગ્રિમતાના ધોરણે (Quick Study ) હાથ ધરવાનું જણાવવામાં આવે તો તે અભ્યાસ અગ્રિમતાના ધોરણે હાથ ધરવાનો થાય છે.

૩. વહીવટી વ્યવસ્થા :

વર્ષ ૧૯૬૫થી રાજ્યમાં મૂલ્યાંકન કાર્યાલયની સ્થાપના બાદ આ કાર્યાલય કચેરીના વડા તરીકે કામગીરી બજાવતું હતું. પરંતુ સામાન્ય વહીવટ વિભાગના તા.૯/૭/૯૧ના ઠરાવ નં.એએકે/૧૦૯૦/૩૨૮૭/એસ થી નિયામકશ્રી, મૂલ્યાંકન કાર્યાલયને ખાતાના વડા તરીકે જાહેર કરતાં આ કાર્યાલય ખાતાના વડાની કચેરી તરીકે સામાન્ય વહીવટ વિભાગ (આયોજન)ના સીધા નિયંત્રણ હેઠળ કામગીરી કરે છે. મૂલ્યાંકન કાર્યાલયનું મહેકમ રાજ્યકક્ષા પુરતું સિમિત છે. જિલ્લા/તાલુકા કક્ષાએ કોઇ અલગ મહેકમ નથી.વર્ષ ૨૦૧૫-૧૬ દરમ્યાન મૂલ્યાંકન કાર્યાલય હસ્તકની આયોજન અને આયોજન બહારની યોજનાઓ હેઠળ મંજુર થયેલ ૭૫ જગ્યાઓ મહેકમ હેઠળ મંજુર થયેલ હતી.

અ.નં વર્ગ મંજૂર થયેલ જગ્યાઓ
વર્ગ- ૧ ૦૯
વર્ગ- ૨ ૦૮
વર્ગ- ૩ ૫૩
વર્ગ- ૪
કુલ ૭૫

૪. ગુજરાત રાજ્યમાં મૂલ્યાંકન તંત્ર:

(૧) ખાતાકીય મૂલ્યાંકન સમિતિ :-

સચિવાલયના વિવિધ વિભાગોમાં ખાતાકીય મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ થાય છે.

 1. સંબંધિત વિભાગના સચિવશ્રી,
 2. સંબંધકર્તા ખાતાના વડાશ્રી,
 3. નિયામકશ્રી, મૂલ્યાંકન કાર્યાલય, ગાંધીનગર 
 4. નાયબ સચિવશ્રી (આયોજન), સામાન્ય વહીવટ વિભાગ 
 5. નાણાંકીય સલાહકારશ્રી,(સંબંધિત વિભાગ)
 6. નાયબ સચિવશ્રી (સંબધિત) જે સભ્ય સચિવશ્રી તરીકેકામગીરી બજાવે છે.

આ ઉપરાંત જે તે કાર્યક્રમ/યોજના સાથે સંકળાયેલ વિભાગના સંબંધિત/સંયુકત સચિવશ્રી/નાયબ સચિવશ્રીને ખાસ આમંત્રિત તરીકે બોલાવવામાં આવે છે.

ખાતાકીય મૂલ્યાંકન સમિતિ નીચે મુજબના કાર્યો કરે છે :

 1. મૂલ્યાંકન અભ્યાસ પરત્વેના અહેવાલના મુસદ્દા પર ચર્ચા કરી તેને આખરી કરવા અંગેનાસૂચનો કરવા અને મુસદ્દા અહેવાલને મંજુરી આપવી.
 2. મંજુર થયેલ અહેવાલમાં દર્શાવેલ ભલામણો પર લેવાના પગલાંની સમીક્ષાકરવી.

(૨) મૂલ્યાંકન સંકલન સમિતિ :

મૂલ્યાંકન અભ્યાસોની કામગીરીના આયોજન, વિનિયમન,માર્ગદર્શન વિગેરે માટે મૂલ્યાંકન સંકલન સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ અગ્ર સચિવશ્રી (આયોજન)ના વડપણ હેઠળ કામગીરી કરે છે જેમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ થાય છે.

 1. અગ્ર સચિવશ્રી (આયોજન),સામાન્યમ વહીવટ વિભાગ(અધ્યક્ષ)
 2. અગ્ર સચિવશ્રી, નાણા વિભાગ, (સભ્ય)
 3. શ્રીમતી શોભના દેસાઇ, સંયુક્ત સચિવશ્રી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ(મહીલા સભ્ય)
 4. શ્રીમતી જ્યોતિબેનપટેલ, નાયબ સચિવશ્રી, આદિજાતિ વિકાસ વિભાગ (મહીલા સભ્ય)
 5. નાયબસચિવશ્રી, (આયોજન),સામાન્યવહીવટવિભાગ(સભ્ય સચિવ)
 6. નિયામકશ્રી, મૂલ્યાંકન કાર્યાલય, સેક્ટર-૧૮, ગાંધીનગર (સભ્ય)

મૂલ્યાંકન અભ્યાસના મુસદ્દા અહેવાલની ચર્ચા સમયે જે તે વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/સચિવશ્રીને પણ આમંત્રણ આપવામાં આવે છે.

મૂલ્યાંકન સંકલન સમિતિ નીચે મુજબના કાર્યો કરે છે.

 1. મૂલ્યાંકન અભ્યાસ માટે કાર્યક્રમ યોજનાની પસંદગી કરવી.
 2. ખાતાકીય મૂલ્યાંકન સમિતિએ ભલામણ કરેલ અહેવાલોને મંજુરી આપવી
 3. મૂલ્યાંકન અહેવાલની ભલામણો પર જે તે વિભાગ દ્વારા લેવાયેલ અનુવર્તી પગલાંઓ અંગેની સમીક્ષા કરવી
 4. મૂલ્યાંકન અભ્યાલસોમાં જરૂરી માર્ગદર્શન આપવું.

૫. મૂલ્યાંકન અભ્યાસ માટે કાર્યક્રમ/યોજના પસંદ કરવાનાં ધોરણો:

અગત્યના કાર્યક્રમોની મૂલ્યાંકન માટેની પસંદ કરતી વખતે નીચેના ધોરણો ધ્યાનમાં લેવાના રહે છે.

 1. પ્રાયોગિક પ્રકારના બધા પ્રોજેક્ટ અને ક્રાર્યક્રમો
 2. અમલમાં મંદગતિ, વિલંબ, અવરોધો અને મુશ્કેલીઓ સતત રીતે દર્શાવતા હોય તેવા કાર્યક્રમો
 3. ગ્રામ્ય વિસ્તારને સ્પર્શતા ગરીબી નિવારણ અને રોજગાર વૃધ્ધિના કાર્યક્રમો
 4. મોટી રકમની જોગવાઇવાળા કાર્યક્રમો
 5. અમલકરણમાં લોકો તથા સંસ્થાઓનો સહકાર અને ફાળા પરા આધાર રાખતા ક્રાર્યક્રમો
 6. ગુજરાત રાજ્યના પછાત વિસ્તારો અને નબળા વર્ગને લગતા ખાસ કાર્યક્રમો

૬. મૂલ્યાંકન પ્રક્રિયાના તબક્કાઓ:

મૂલ્યાંકન અભ્યાસની પ્રક્રિયામાં મુખ્યત્વે નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે.

 1. અભ્યાસનું આયોજન
 2. અભ્યાસ માટેની કાર્યપધ્ધતિ, પ્રશ્નાવલી તથા પત્રકો તૈયાર કરવા
 3. ક્ષેત્રકાર્ય માહિતી એકત્રીકરણને લગતી કામગીરી
 4. કોષ્ટીકરણ તથા પૃથ્થકરણને લગતી કામગીરી
 5. પ્રાથમિક મુસદ્દા અહેવાલ લેખન
 6. અહેવાલના મુસદ્દા પર સંબંધિત ખાતાના સૂચનો મેળવવા
 7. અહેવાલના મુસદ્દા પર સંબંધિત ખાતા તરફથી મળેલ સૂચનોને આધારેઅહેવાલમાં જરૂરી સુધારા-વધારા કરી અહેવાલ તૈયાર કરવો.
 8. સુધારેલ અહેવાલ ખાતાકીય મૂલ્યાંકન સમિતિમાં રજુ કરવો તથા ખાતાકીય મૂલ્યાંકન સમિતિમાં થયેલ ચર્ચાને આધારે અહેવાલમાં જરૂરી સુધારા-વધારા કરી સુધારેલ અહેવાલ સામાન્ય વહીવટ વિભાગ (આયોજન) હેઠળની મૂલ્યાંકન સંકલન સમિતિમાં રજુ કરવો.
 9. મૂલ્યાંકન સંકલન સમિતિના સૂચનો આધારે અહેવાલ તૈયાર કરવો
 10. અહેવાલ પ્રસિધ્ધ કરવો

વર્ષ ૨૦૧૬-૧૭ની શરૂઆતમાં ૧૯ વિકાસ યોજના/કાર્યક્રમોના મૂલ્યાંકન અભ્યાસની કામગીરી જુદા જુદા તબક્કે પ્રગતિ હેઠળ હતી. જેમાંથી ૮ યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસ તૈયાર કરવામાં આવેલ છે જ્યારે ૧૧ યોજના/કાર્યક્રમોના મૂલ્યાંકન અભ્યાસ કામગીરીના વિવિધ તબક્કે પ્રગતિમાં છે.

વર્ષ ૨૦૧૬-૧૭માં કૃષિ અને સહકાર વિભાગના નિયંત્રણ તળેના ૧૩ ખાતાઓની આયોજીત યોજનામાં થયેલ પ્રગતિની સમિક્ષા અને મોનિટરીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

વાર્ષિક વહીવટી અહેવાલ (છેલ્લા પાંચ વર્ષના)

 1. વાર્ષિક વહીવટી અહેવાલ – ૨૦૧૧-૧૨
 2. વાર્ષિક વહીવટી અહેવાલ – ૨૦૧૨-૧૩
 3. વાર્ષિક વહીવટી અહેવાલ – ૨૦૧૩-૧૪
 4. વાર્ષિક વહીવટી અહેવાલ – ૨૦૧૪-૧૫
 5. વાર્ષિક વહીવટી અહેવાલ – ૨૦૧૬-૧૭
 6. વાર્ષિક વહીવટી અહેવાલ - ૨૦૧૭-૧૮