જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા એકમ

અમારા વિશે

ભારત સરકાર દ્રારા આયોજીત કાર્યક્રમ અનુસાર દેશમાં દર દસ વર્ષેવસતિ ગણતરી હાથ ધરવામાં આવે છે. જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા એકમ દ્રારા ૧૯૮૧થી પ્રકાશિત કરવામાં આવતી જિલ્લાવાર વસ્તી ગણતરી પુસ્તિકાઓ નીચલા તબકકા સુધીના આયોજીત અને વિકાસ સંદર્ભે મહત્વના પ્રકશનો છે.

જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા એકમ એ ગુજરાત સરકાર અને ભારત સરકારની વસતિ ગણતરી સંસ્થાનું સંયુક્ત સાહસ છે. વસતિ ગણતરીની પ્રક્રિયાના ભાગરૂપે વસતિ ગણતરી નિયામકશ્રીની ક્ચેરી દ્રારા વસતિ વિષયક તેમજ શહેરી નિર્દેશિકાની માહિતીનું એકત્રીકરણ,ચકાસણી અને વસતિ ગણતરીની પ્રાથમિક તારીજ તૈયાર કરવાની કામગીરી તથા જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા એક્મદ્રારા વસતિ ગણતરીના ભાગરૂપે ગામવાર ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ સંદર્ભિત ગ્રામનિર્દેશિકાની કામગીરી તથા જિલ્લાવાર અગત્યની બાબતો જેવી કે, જિલ્લાનો ઇતિહાસ, મહત્વની સિધ્ધિઓ, બનાવો વગેરે માહિતી તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે છે. વસતિ ગણતરી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજયના માર્ગદર્શન હેઠળ આ પુસ્તિકા તૈયાર કરીને પ્રકાશિત કરવામાંઆવે છે.

જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકાનો ઇતિહાસ અને કાર્યક્ષેત્ર

O૧૯૫૧ ની વસતિ ગણતરી પહેલાં ,‘ગ્રામ પુસ્તિકા’ નામે ઓળખાતી પુસ્તિકામાં વસતિ ગણતરીની માહિતી છાપવામાં આવતી હતી. જેમાં ફકત ગામવાર વસતિના આંકડા હતા. આ પુસ્તિકાઓ રાજ્યના વસતિ ગણતરી નિયામકની કચેરી દ્વારા તૈયાર કરીને પ્રસિધ્ધ કરવામાં આવતી હતી.

વસતિ ગણતરી-૧૯૫૧માં પ્રથમ વખત જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકાની શરૂઆત કરવામાં આવી. જેમાં ગામવાર વસતિ ગણતરીની પ્રાથમિક તારીજ અને પ્રાપ્ય સગવડો અંગેના આંકડા અને માહિતી ઉપરાંત જિલ્લાને લગતાં કેટલાંક કોષ્ટકોનો પણ સમાવેશ કરવામાં આવેલ.વસતિ ગણતરી-૧૯૬૧માં દેશભરમાં જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકાની એકસમાન પધ્ધતિ અપનાવવામાં આવી હતી. વસતિ ગણતરી નિયામક અને રાજ્ય સરકારે સંયુકત રીતે આ પરિયોજનાની કામગીરી કરી હતી. અંગ્રેજી આવૃતિ ઉપરાંત પ્રથમ વખત તે ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જિલ્લાવસતિ ગણતરી પુસ્તિકા ૧૯૬૧ ત્રણ ભાગમાં પ્રસિધ્ધ કરવામાં આવી હતી. ભાગ -૧ માં પ્રાસ્તાવિક નોંધ એટલે કે જિલ્લાની સામાન્ય અને આર્થિક માહિતી તેમજ સ્થળના નામોના સંક્ષિપ્ત રાજપત્રનો સમાવેશ થતો હતો. ભાગ-૨ વસતિ ગણતરી કોષ્ટકો, ગામવાર ઔધોગિક સંસ્થાની યાદી તેમજ હસ્તકલા અને વિભાગીય આંકડાઓ અંગેના કોષ્ટકોને લગતો હતો. ભાગ-૩ માં એક જ પત્રકમાં સુવિધાઓ અને પ્રાથમિક વસતિ ગણતરીની સંયુકત માહિતીને આવરી લેતી ગ્રામનિર્દેશિકા હતી. તેમાં જિલ્લા અને તાલુકાના નકશા પણ આવરી લેવાયા હતા.

અહીં એ નોંધપાત્ર રહેશે કે રાજ્ય સરકારે વસતિ ગણતરી -૧૯૭૧થી જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા તૈયાર કરવા અને પ્રસિધ્ધ કરવા માટે અલગ એકમની રચના કરી છે. વસતિ ગણતરી -૧૯૭૧માં જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકાના વિષયવસ્તુમાં સુધારો કરવામાં આવ્યો હતો. અગાઉની વસતિ ગણતરીમાં સુવિધાઓ અને પ્રાથમિકવસતિ ગણતરીની માહિતી એક જ પત્રકમાં આવરી લેવાયેલી હતી. પરંતુ વસતિ ગણતરી-૧૯૭૧માં સુવિધાઓ અને પ્રાથમિકવસતિ ગણતરીની માહિતી બે જુદાજુદા ભાગોમાં અલગ કરવામાં આવી હતી. આમ, સુવિધાઓની માહિતીને વિસ્તૃત રીતે આવરી લેવામાં આવી હતી. જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા-૧૯૭૧થી જમીનના વપરાશની માહિતી પ્રથમ વખત જ આપવામાં આવી હતી. વધુમાં,” શહેર નિર્દેશિકા” નામનો અલગ વિભાગ પ્રથમવાર જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકામાં સમાવવામાં આવ્યો હતો. ૧૯૭૧ ની જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા ત્રણ ભાગોમાં પ્રસિધ્ધ કરવામાં આવી હતી. ભાગ-અ માં ગામ અને શહેર નિર્દેશિકાનો સમાવેશ થતો હતો. ભાગ–બ માં ગામ અને શહેર વાર પ્રાથમિકવસતિ ગણતરીની તારીજની માહિતી અને ભાગ–ક માં પુર્ણ ગણતરીના વસતિ ગણતરી કોષ્ટકો ઉપરાંત સરકારી આંક્ડા, શહેરી વસતિ ગણતરીના કોષ્ટકો અને વસતિ ગણતરી અંગેના પ્રુથક્કરણ અહેવાલો, સંબંધિત સામાજિક-આર્થિક અને સાંસ્કૃત્તિક કોષ્ટકો (ગ્રામ્ય વિસ્તારો) અને આવાસન કોષ્ટકોનો સમાવેશ થતો હતો. ભાગ-અ અને ભાગ –બ એક જ ગ્રંથમાં એકત્રિત કરી પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
૧૯૮૧ ની જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા ભાગ–અ અને ભાગ–બ એમ બે ભાગોમાં બહાર પાડવામાં આવી હતી. ભાગ–અ માં ગામ અને શહેર નિર્દેશિકાનો સમાવેશ થતો હતો, જ્યારે ભાગ –બ માં સામાન્ય વસતિ અને અનુસુચિત જાતિ/અનુસૂચિત જનજાતિ બંનેની વસતિ ગણતરી પ્રાથમિક તારીજની માહિતીનો સમાવેશ થતો હતો. બંને ભાગો એક ગ્રંથમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા.વસતિ ગણતરી -૧૯૭૧ માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ ભાગ-ક ને વસતિ ગણતરી-૧૯૮૧માં પડતો મૂકવામાં આવ્યો હતો. આમ છતાં, વસતિ ગણતરી-૧૯૭૧ ના ભાગ- ક ના સરકારી આંકડા અને વિશ્લેષણાત્મક નોંધનો અમુક ભાગ ૧૯૮૧ ની જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા માં પણ સમાવવામાં આવ્યોહતો.
વસતિ ગણતરી-૧૯૯૧ માટે જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકાઓ અગાઉની ૧૯૮૧ની વસતિ ગણતરીની કાર્યવાહી પ્રમાણે વત્તાઓછે અંશે સમાન રીતે તૈયાર કરવામાં આવી હતી. ૨૦૦૧માં કેટલીક વધારાની માહિતી આપીને ભાગ– અ અને ભાગ– બ બંનેના વ્યાપને વિસ્તૃતકરવામાં આવ્યો હતો. જે મોટા પાયે કોમ્પ્યુટરાઇઝેશનથી શકય બન્યું હતું .
ઘરયાદીની અનુસૂચિ અને કુટુંબ અનુસૂચિ મારફત એકત્ર કરેલ માહિતી સ્કેન અને પ્રોસેસ કરીને જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા તૈયાર કરવામાં આવી. ભારતની વસતિ ગણતરી-૨૦૦૧ ના ડેટા પ્રોસેસિગં તૈયાર કરવાના પ્રયાસોથી શરૂ કરીને ડેટાના પ્રસારના તમામ તબક્કા સુધી મોટાભાગે કેટલીક નવી બાબતોની શરૂઆત કરવામાં આવી હતી. આમાં ઘરયાદી અને કુટંબ અનુસૂચિઓના સ્વરૂપ અને વિષયવસ્તુમાં કેટલાક મૂળભૂત ફેરફારોનો સમાવેશ થાય છે. ૨૦૦૧ ની વસતિ ગણતરીમાં રાજ્ય/સંઘપ્રદેશના દરેક ગામને કાયમી સ્થળ સંકેત નંબર આપવામાં આવ્યા હોવાથી રાજયમાં વિવિધ વહીવટી વિસ્તારોની સરહદોમાં ભવિષ્યના ક્ષેત્રાધિકાર ફેરફારોને કારણે ગામનું ચોકકસ સ્થળ શોધવામાં સૈધ્ધાંતિક રીતે મુશ્કેલી ઊભી થતી નથી.
વસતિ ગણતરી-૨૦૧૧માં જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા ની રજૂઆતની પધ્ધતિ મોટે ભાગે વસતિ ગણતરી-૨૦૦૧ મુજબની જ રહેશે .વસતિ ગણતરી-૨૦૧૧ ની વિશિષ્ટતા એ છે કે જાતિ આધારિત વસતિ ગણતરીનો પ્રથમ વાર સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગ્રામનિર્દેશિકા-૨૦૧૧ને વિસ્તુત કરવામાં આવી છે. સદર ગ્રામ નિર્દેશિકામાં ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ ખાનગી સુવિધાઓના સમાવેશની સાથોસાથ કેટલીક અન્ય સુવિધાઓની વિગતો પણ ઉમેરવામાં આવી છે.

વસતિ ગણતરી વિષયક:

વસતિ ગણતરી એ દેશમાં રહેતા તમામ વ્યક્તિઓને તેમના આર્થિક,સામાજિક વગેરે પાસાઓના સંકલન,પૃથ્થકરણની અને વસતિ આધારિત માહિતીના એકત્રીકરણની એક પ્રક્રિયા છે. વસતિ ગણતરી જે તે સમયની દેશની વસતિ અંગેનો આદર્શ ચિતાર પૂરો પાડે છે.
ભારતીય વસતિ ગણતરી એ માહિતીની “ખાણ” છે. વસતિ ગણતરી એ આપણા દેશના લોકો વિષયક માહિતીનો એક વિશાળ સ્ત્રોત છે. ૧૮૭૨ ના વર્ષથી એકસૂત્રતા સાથે નિયમિત દશવર્ષિય વસતિ ગણતરીના ૧૨૫ વર્ષથી પણ વધુના ઇતિહાસ દરમિયાનના અભ્યાસ સાથે આંકડાકિય વિવિધતામાં દર દશકામાં વધારો થયો છે. વસતિ વિષયક માહિતી આયોજકો,વિદ્વાનો અને વસતિશાસ્ત્ર,અર્થશાસ્ત્ર,નૃવંશશાસ્ત્ર,સમાજશાસ્ત્ર અને અન્ય વિવિધ શાખાઓના સંશોધકો અને માહિતી વપરાશ કર્તાઓ માટે અમૂલ્ય સ્ત્રોત છે. આપણા દેશના વિવિધ ક્ષેત્રોના લોકો વિષયક સમૃધ્ધતા અને વિવિધતા વસતિ ગણતરી દ્વારા પ્રતિબિંબીત થાય છે. જે ભારતના મૂળભુત પાસાઓને સમજવા માટે ખૂબજ અગત્યનું સાધન છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયના નિયંત્રણ હેઠળ વસતિ ગણતરી સંસ્થા કાર્યકરે છે. રજીસ્ટ્રાર જનરલ અને વસતિ ગણતરી કમિશનરશ્રી, આ સંસ્થાના વડા તરીકે કાર્યભાર સંભાળે છે. રજીસ્ટ્રાર જનરલ અને વસતિ ગણતરી કમિશનર, ભારત સરકારની માર્ગદર્શિકા અને નિયંત્રણ હેઠળ જે તે રાજયમાં નીમવામાં આવતા વસતિ ગણતરી નિયામક દ્વારા વસતિ ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ગુજરાતના વસતિ ગણતરી નિયામકશ્રીની કચેરી, સેકટર-૧૦એ, વસતિ ગણતરી ભવન, ગાંધીનગર ખાતે આવેલ છે.

વસતિ ગણતરી-૨૦૧૧

સમગ્ર ભારત દેશમાં સુઆયોજીત વસતિ ગણતરી સૌપ્રથમ ૧૮૭૨ માં હાથ ધરાઇ હતી. વર્તમાન ૨૦૧૧ ના વર્ષ દરમ્યાન ૧૫મી વસતિ ગણતરી યોજના હાથ ધરવામાં આવી છે. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ વર્તમાન સમય સુધી ૭મી વસતિ ગણતરી હાથ ધરવામાં આવી છે. ભારતમાં વસતિ ગણતરી પ્રક્રિયા વહીવટી દ્રષ્ટિએ વિશ્વની મોટામાં મોટી પ્રક્રિયા છે.વસતિ ગણતરી એ આયોજકો, વિદ્વાનો અને વહીવટ કર્તાઓ માટેની આયોજન અંગેની જરૂરીયાતો પૂર્ણ કરવાની આધારશીલા છે. વસતિ ગણતરી-૨૦૧૧ બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવી જેવા કે (૧) ઘરયાદી અને ઘરગણતરી તથા (૨) વસતિ ગણતરી. વસતિગણતરીનો પ્રથમ તબક્કો એપ્રિલ થી સપ્ટેમ્બર-૨૦૧૦ દરમિયાન વિવિધ રાજ્યો/સંઘશાસિત પ્રદેશોમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ હાથ ધરવામાં આવ્યો. ગુજરાતમાં વસતિગણતરીનોપ્રથમ તબક્કો૨૧ એપ્રિલથી ૪ જૂન-૨૦૧૦ દરમિયાન હાથ ધરવામાંઆવ્યો.બીજા તબક્કાની (વસતિ ગણતરી) ક્ષેત્રીય કામગીરી ફેબ્રુઆરી થી માર્ચ૨૦૧૧ દરમિયાન તમામરાજ્યો/સંઘશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવી.

જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા

ભારત સરકારના કાર્યક્રમ અંતર્ગત દર દશ વર્ષના અંતરે વસતિ ગણતરી યોજવામાં આવે છે. દરેક જિલ્લાની “જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા” એ જિલ્લા વસતિ ગણતરી એકમ દ્વારા બહાર પાડવામાં આવતું એક અગત્યનું પ્રકાશન છે. જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા વિવિધ કોષ્ટકો તેમજ અન્ય આનુષંગિક તથા વિશ્લેષણાત્મક માહિતી દ્વારા રાજ્યના તમામ જિલ્લાના ગ્રામ્યક્ષેત્રે ગ્રામ્યકક્ષા સુધીના તથા શહેરીક્ષેત્રે વોર્ડ સુધીની વસતિ વિષયક મહત્વનીવિગતો પૂરી પાડે છે. ગ્રામ્ય અને શહેરના સ્તરે આંતર માળખાકીય સુવિધાઓના આયોજન માટે સામાજિક,આર્થિક,શૈક્ષણિક, આરોગ્ય, સંદેશાવ્યવહાર, કૃષિ, સિંચાઇ,વાહન વ્યવહાર વિગેરે સંબંધિત બિન વસતિ વિષયક પ્રાથમિક માહિતી જીલ્લા વસતિ ગણતરી પુસ્તિકા એકત્ર કરે છે.”જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા”એ સ્ત્રોતની ફાળવણી અને આયોજીત વિકાસ સંબંધિત ત્વરિત નિર્ણયો લેવા તથા તેને પ્રોત્સાહન આપવા માટેનો એક વિશ્વસનિય મુખ્ય સ્ત્રોત છે. આ પ્રકાશનની માહિતી વહીવટીકારો, આયોજનકારો, અર્થશાસ્ત્રીઓ, વિદ્વાનો, વિવિધ શાખાઓના સંશોધનકારો, શિક્ષણશાસ્ત્રીઓ અને માહિતીના વપરાશ કર્તાઓ ઉપરાંત ખાસ કરીને જિલ્લા/તાલુકાની સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિગેરે ક્ષેત્રોના વિકાસ કરતી સંસ્થાઓ માટે વિશેષ મૂલ્યવાન છે.

વસતિ ગણતરી-૨૦૧૧ સંબધિત માહિતી

સંપર્ક માહિતી :-
સંપર્ક નામ હોદ્દો સંપર્ક નંબર ઇ-મેઇલ આઈડી
શ્રી એન જી પટેલ નાયબ નિયામક 079-23257407 dd-dchb[at]gujarat[dot]gov[dot]in

-: સરનામુ :-
જિલ્લા વસતિ ગણતરી પુસ્તિકા એકમ
અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરીનું
જૂનું મકાન, ૨ જો માળ, સેકટર-૧૮,
ગાંધીનગર-૩૮૨૦૧૮
FAX + ૯૧૭૯૨૩૨૫૭૪૦૭

CENSUS RELATED OTHER WEBSITES
Directorate of Census Operations, Gujarat http://www.censusgujarat.gov.in
Ministry of Home Affairs http://www.mha.gov.in
Registrar General and Census Commissioner of India http://www.censuskarnataka.gov.in
Directorate of Census Operations, Rajasthan http://www.rajcensus.gov.in
Directorate of Census Operations, Tamilnadu http://www.census.tn.nic.in
Census Publications& Information http://www.censusindia.gov.in
Ministry of Statistics &Programme implementation,Govt.ofIindia http://mospi.nic.in