અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર નિયામકની કચેરી

અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર નિયામકની કચેરી દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરીની વિગત :

  • રાજ્યની આર્થિક બાબતોને લગતી અગત્‍યની આંકડાકીય માહિતીનું એકત્રિકરણ, સંકલન અને પૃથ્‍થકરણ કરવાની કામગીરી.
  • રાજ્યનાં સામાજીક આર્થિક વિકાસ સંદર્ભની જાણકારી અર્થે સામાજીક આર્થિક અભ્‍યાસો, મોજણી અને ગણતરીનું આયોજન કરવાની કામગીરી.
  • રાજ્યના ઘરગથ્‍થુ ઉત્‍પાદનના અંદાજોનું સંકલન અને તૈયાર કરવાની કામગીરી.
  • રાજ્ય સરકારને આર્થિક યોજનાના ઘડતર સંદર્ભે રાજ્યની આર્થિક સ્‍થિતિ સંબંધિત તાંત્રિક નોંધ પૂરી પાડીને મદદ કરવાની કામગીરી.
  • ભારત સરકાર દ્વારા આયોજીત રાષ્‍ટ્રિય નમૂના મોજણી સંદર્ભે રાજ્ય કક્ષાના મેચીંગ નિર્દશની કામગીરી.
  • રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં થતી આંકડાકીય કામગીરી સંદર્ભ સુધારાલક્ષી સૂચનો કરવા અંગેની કામગીરી.
  • રાજ્ય સરકાર દ્વારા ઉભી કરાયેલ વિવિધ કમિટીએ, વર્કિંગ ગૃપ કમિશનો તથા સંશોધન સંસ્‍થાઓ તથા સરકારના વિવિધ વિભાગોને આંકડાકીય માહિતી પૂરી પાડવાની કામગીરી.
  • રાજ્યના વિવિભ સ્‍તરે આંકડાકીય કામગીરી કરતાં અધિકારીશ્રીઓ / કર્મચારીઓ માટે નિયમિત પણે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવાની કામગીરી.
  • રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા યોજવામાં આવતાં ખાસ એડહોક અભ્‍યાસો અથવા મોજણી સંદર્ભની કામગીરી હાથ ધરવાની કામગીરી.
  • જિલ્‍લાના આંકડા અધિકારીશ્રીઓને જિલ્‍લા કક્ષાએ વિવિધ આંકડાકીય કામગીરીઓ, સર્વે તથા મોજણી સંદર્ભ તાંત્રિક માર્ગદર્શન પુરૂ પાડવાની કામગીરી.